દિલ્હી ચૂંટણી: `AAP`ને મુસ્લિમ મતદારોનું મળ્યું જબરદસ્ત સમર્થન, BJPને પણ ધાર્યા કરતા વધુ મતો
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પૂરા થયેલા મતદાનમાં દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન આપ્યું હોવાનું હાલ તો એક્ઝિટ પોલના તારણોમાં જોવા મળી રહ્યું છે. તમામ જાતિ, ઉમર, આવક અને વર્ગના સમુદાયે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હોવાનું જોવા મળે છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પૂરા થયેલા મતદાનમાં દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન આપ્યું હોવાનું હાલ તો એક્ઝિટ પોલના તારણોમાં જોવા મળી રહ્યું છે. તમામ જાતિ, ઉમર, આવક અને વર્ગના સમુદાયે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હોવાનું જોવા મળે છે. પરંતુ મુસ્લિમ સમુદાયની વોટિંગ પેટર્ન જબરદસ્ત રહી. આઈએએનએસ-સીવોટર એક્ઝિટ પોલના પરિણામો મુજબ મુસ્લિમ સમુદાયના 60 ટકા મતદારોએ આપના પક્ષમાં મતદાન કર્યું છે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સમુદાયને મળેલા મતોથી લગભગ બમણું છે.
સર્વેક્ષણમાં દિલ્હીની તમામ 70 બેઠકોમાંથી 11839 મતદારોને સામેલ કરવામાં આવ્યાં. તેમને પૂછવામાં આવેલા સવાલોના આધારે સર્વેક્ષણ મુજબ દિલ્હીમાં 60 ટકા મુસ્લિમ મતદારોએ આપના પક્ષમીાં મતદાન કર્યું જ્યારે 18.9 ટકા મતદારોએ ભાજપના પક્ષમાં અને 14.5 ટકા મતદારોએ કોંગ્રેસના પક્ષમાં મતદાન કર્યું.
આ VIDEO પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube